Maharaja Krishnakumarsinhji Bhavnagar University Exam Form 2024
महाराजा कृष्णकुमारसिंहजी भावनगर युनिवर्सिटी
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ 2024 અંગે તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ માહિતી નવેમ્બર-ડિસેમ્બર 2024 ની NEP UG PG પરીક્ષા ફોર્મ તારીખો જે જાહેર થઈ છે તે NEP સેમેસ્ટર -1 અને 3, પીજી સેમેસ્ટર-1 અને 3, સાથે B.Ed, LL.B. 2024 પરીક્ષા જાહેરનામું પણ જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ LL.B સેમેસ્ટર-1, 3, અને 5, તેમજ B.Ed અને B.Ed (HI) સેમેસ્ટર-1 અને 3 માટે ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે.
ફોર્મ ભરવાની તારીખો:
📅 નિયમિત ફોર્મ: 09/11/2024 થી 18/11/2024
📅 લેઇટ ફી સાથે: 23/11/2024 થી 26/11/2024
📅 પરિક્ષા શરુ: 02/12/2024
વિદ્યાર્થીઓએ આ તારીખો મુજબ જલદી ફોર્મ ભરવા અને ફી સાથે યોગ્ય રીતે ફોર્મ વેલીડ-અનવેલીડ કરવાનું ધ્યાન રાખવું. આ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે બધા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ મહેનત અને તૈયારી જરૂરી છે.
બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક
:: વિદ્યાર્થીએ પરીક્ષાનું આવેદનપત્ર ઓનલાઈન ભરતી વખતે ધ્યાને લેવાની વિગતો ::
1. સૌ પ્રથમ વિદ્યાર્થીએ પોતાના કોર્ષની પસંદગી કરવાની રહેશે.
2. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનો UNIQ-ID અથવા Enrollment Number અથવા BU-ID એન્ટર કરવાનો રહેશે. (ઉક્ત ત્રણ પૈકી કોઈપણ એક નંબર એન્ટર કરવાનો રહેશે.)
3. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
4. એન્ટર કરેલ મોબાઈલ નંબર પર એક વન ટાઈમ યુઝર પાસવર્ડ SMS દ્વારા મળશે. જે એન્ટર કર્યા બાદ વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ ખુલશે.
5. ખુલેલા ફોર્મ માં વિદ્યાર્થીએ જ્યાં ઓપ્શનલ વિષયો હોય ત્યાં જ માત્ર પરીક્ષાના વિષયો જ સિલેક્ટ કરવાના છે. જ્યાં બધા કમ્પલસરી વિષયો હોય ત્યાં વિષયો સિલેક્ટ કરવાના રહેશે નહિ. વધુમાં અન્ય કોઈપણ સુધારો કરી શકાશે નહિ.
6. જો વિદ્યાર્થીને અગાઉના વર્ષમાં FAIL કે ATKT હશે તો તે પણ ફોર્મ વિદ્યાર્થીને અલગ ભરવાનું રહેશે. (નોંધ:)
7. ફોર્મ ભરાયા પછી વિદ્યાર્થીએ પરીક્ષા ફી ONLINE ભરવાની રહેશે.
A. વિદ્યાર્થીએ ઓનલાઈન ફી ભરવા માટે ONLINE PAYMENT GATEWAY પર જવાનું રહેશે.
B. વિદ્યાર્થી ONLINE PAYMENT માટે કોઈપણ ATM CARD / DEBIT CARD થી ફી ભરી શકશે.
C. ATM CARD / DEBIT CARD પર છાપેલ નંબર એન્ટર કર્યા બાદ તેના પર છાપેલ કાર્ટની વેલીડીટી એન્ટર કર્યાબાદ મોબાઈલ નંબર એન્ટર કરવાનો હેશે.
D. ફરી એન્ટર કરેલ મોબાઈલ નંબર પર બીજો વન ટાઈમ યુઝર પાસવર્ડ SMS દ્વારા મળશે જે એન્ટર કર્યા બાદ PAYMENT ની પ્રક્રિયા ચાલુ થશે.
8. જે પૂર્ણ થયા બાદ નવી સ્ક્રીન ખુલશે જેમાં પ્રિન્ટનો ઓપ્શન આવે ત્યારબાદ ફોર્મ ની પ્રિન્ટ કરી લેવી ત્યારબાદ જ આપનું પરીક્ષા ફોર્મ / પરીક્ષા ફી ભરાયેલી માન્યરહેશે. જો ઉક્ત પ્રક્રિયા પૂર્ણ કર્યા પહેલા આપ INTERNET EXPLORER બંધ કરી દેશો તો આપનું પરીક્ષા ફોર્મ ભરાશે નહિ જે અંગે સંપૂર્ણ જવાબદારી આપની સહેશે.
9. ઉપરોક્ત ફોર્મ / ફ્રી રિસીપ્ટની પ્રિન્ટ કર્યા બાદ આપની પાસે સાચવી રાખવી અને કોલેજ દ્વારા આપનું ફોર્મ એલીજીબલ / નોટ એલીજીબલ થયા બાદ આપના મોબાઈલમાં તે અંગેનો SMS આવશે. આપનું ફોર્મ એલીજીબલ ના થાય તો કોલેજનો સંપર્ક કરવો.
10. આપનું ફોર્મ જો કોલેજ દ્વારા એલીજીબલ થશે તો યુનીવર્સીટી WEBSITE પર જઈ આપની હોલ-ટીકીટ પ્રિન્ટ કરવા અત્રેથી પ્રેસનોટમાં જણાવ્યા મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
11. જાહેરનામામાં દર્શાવેલ તારીખો અને સમય બાદ આપનું પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહિ.
મિત્રો, આશા છે કે
દ્વારા જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોઈ સુચન લાગે તો તે પણ જણાવશો.
આભાર !!
0 Comments