1. તાજેતરમાં વિવિધ પરિયોજનાઓ માટે બેન્ક પાસેથી સૌથી વધુ ધનરાશી પ્રાપ્ત કરનાર રાજય કર્યું બન્યું છે ?
– ઉત્તરપ્રદેશ
2. તાજેતરમાં કયા દેશે ભારતીયો માટે 'ઈ-વિઝા ( e-Visa )' સુવિધા શરૂ કરી છે ?
— રશિયા
૩. તાજેતરમાં ઉષ્ણકટીબંધ તોફાન 'હિલેરી' એ કઈ જગ્યાએ તબાહી મચાવી છે ?
– કેલીફોર્નિયા (USA)
4. ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનનું કેટલા ટકા પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે?
- 90%
5. 15 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર 2023 સુધી નવી દિલ્હીના CD દેશમુખ ઓડિટોરિયમમાં આયોજિત G20 ફિલ્મ મહોત્સવમાં કુલ કેટલા દેશોની ફિલ્મનું સ્ક્રિનિંગ થશે ? ( આ મહોત્સવની શરૂઆત સત્યજીત રે ની ફિલ્મ પથારે પાંચાલી' થી થઇ છે. )
- 16
6. તાજેતરમાં વિશ્વ એથેલેટીક્સના કાર્યકારી બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
– આદિલ સુમરીવાલા
7 તાજેતરમાં કેનરા બેન્ક દ્વારા પેન્શન ધારકો માટે કયા નામથી એક વિશેષ બચત ખાતાની શરૂઆત કરવામાં આવી છે ?
– કેનરા જીવનધારા
8. તાજેતરમાં કોણે "Global illumination" નામના સ્ટાર્ટઅપનું અધિગ્રહણ કર્યું છે ?
- Open Al
9. તાજેતરમાં ભારતના પ્રથમ પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી અને "ઈન્ડિયા કા પેલે" ના ઉપનામથી પ્રસિદ્ધ ભારતના મહાન ફૂટબોલરનું નિધન થયું છે, તેનું નામ જણાવો?
– મોહમ્મદ હબીબ
10. દર વર્ષે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવવામાં આવે છે, આ દિવસ કોના જન્મદિવસની સ્મૃતિમાં ઉજવાય છે ?
– નર્મદ
0 Comments