મેરીટ યાદીમા સમરસ છાત્રાલય ભાવનગર (કુમાર અને કન્યા), જામનગર (કુમાર અને કન્યા),
હિંમતનગર (કુમાર અને કન્યા), સરુત (કન્યા) , વડોદરા (કુમાર) અને રાજકોટ (કન્યા) નો સમાવેશ
કરવામા આવેલી છે.
પ્રોવવઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ તા:૨૯/૧૧/૨૦૨૧ સુધી સંબંધિત સમરસ
છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ (Document Verification) કરાવી લેવાની રહેશે.

સમરસ છાત્રાલયોમાં નવો પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની યાદી : 

સમરસ છાત્રાલયોમાં નવો પ્રવેશ ( New Admission ) મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

વિદ્યાર્થીઓએ રજુ કરેલ ટકાવારી તેમજ સરકારશ્રીએ નક્કી કરેલ પ્રવેશના નિયમો મુજબ સમરસ છાત્રાલયમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થિનીઓની યાદી નીચે મુજબ છે. 

આ મેરીટ યાદીમાં સમરસ છાત્રાલય ભાવનગર ( કુમાર અને કન્યા ) , જામનગર ( કુમાર અને કન્યા ) , હિંમતનગર ( કુમાર અને કન્યા ) , સુરત ( કન્યા ) , વડોદરા ( કુમાર ) અને રાજકોટ ( કન્યા ) નો સમાવેશ કરવામાં આવેલ છે . 


પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ તા : ૨૯/૧૧/૨૦૨૧ સુધી સબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ (Document Verification) કરાવી લેવાની રહેશે. 

નિયત સમયમર્યાદામાં પ્રમાણપત્રોની ખરાઈ ન કરાવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ ગણવામાં આવશે . 
જો કોઈ કારણોસર પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં વિલંબ થાય તેમ હોય તો તે અંગે સબંધિત સમરસ છાત્રાલયના અધિકારીશ્રીનો સંપર્ક કરી તેઓશ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે . 

આ યાદી ફક્ત કામચલાઉ છે. જેના આધારે કોઈ પણ અરજદાર પ્રવેશ અંગેનો હકદાવો કરી શકશે નહી.

યાદીમાં સામેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી સાથે રજુ કરેલ પ્રમાણપત્રોની ખરાઈ કરી સબંધિત સમરસ છાત્રાલય ખાતે નિયમોનુસાર પ્રવેશ આપવામાં આવશે.

જો કોઈ અરજદાર પાસે ઓનલાઈન આધારો સિવાય વધુ ચકાસણી માટે અન્ય કોઈ પણ આધાર પુરાવાની જરૂર જણાય તો તે સબંધિત સમરસ છાત્રાલયના અધિકારીશ્રીને રજુ કરવાના રહેશે. 

સદરહુ મેરીટ યાદી સરકારશ્રી દ્વારા બહાર પાડેલ કોવિડ ૧૯ ની માર્ગદર્શિક સુચનાઓને ધ્યાને લઈ છાત્રાલયની માન્ય ક્ષમતાના ૭૦ % મુજબ બહાર પાડવામાં આવે છે.

વધુમાં જે છાત્રાલયો સ્થાનિક પ્રશાશન દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે આરક્ષિત (Reserved ) રાખવામાં આવેલ હોય તે છાત્રાલયો ખાતે સ્થાનિક મેનેજમેન્ટ સમિતિ નક્કી કરે તેટલી જ ક્ષમતામાં પ્રોવિઝનલ મેરીટ યાદીમાંથી વિદ્યાર્થીઓને આખરી પ્રવેશ આપવામાં આવશે . 

વધુ માહિતી માટે સબંધિત સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે .



:: નોટીસ :: 
સમરસ કુમાર છાત્રાલય - ભાવનગરના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ નીચે મુજબ દસ્તાવેજો અસલ તથા ખરી નકલ સાથે નીચે દર્શાવ્યા મુજબ ક્રમમાં ગોઠવી તા . 29-11-2021 ટાસુધીમાં છાત્રાલય ખાતે સમય સવારના 11:00 થી 2:00 કલાક સુધીમાં ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે . 
(1) ઓનલાઈન અરજીની પ્રિન્ટ 
(2) ગત વર્ષનું પાગરણ જમા કરાવ્યા અંગેનું પ્રમાણપત્ર - (રીન્યુઅલ વિદ્યાર્થી પાસે હોય તો જોડવું)
(3) છેલ્લી પરિક્ષાની માર્કશીટની નકલ હોયતો જોવ 
(4) ચાલુ વર્ષમાં અભ્યાસની ફી ભર્યાની કોલેજની પહોંચ 
(5) કોલેજ આઈ કાર્ડ ની નકલ 
(6) એલ.સી. ની નકલ 
(7) જાતીના દાખલાની નકલ ( સક્ષમ અધિકારી ) 
(8) આવકના દાખલાની નકલ ( સક્ષમ અધિકારી ) 
(9) આધારકાર્ડની નકલ 
(10) જો વિદ્યાર્થી અંધ - અપંગ / અનાથ કે વિધવા સંતાન હોય તેનું પ્રમાણપત્ર ( સક્ષમ અધિકારી ) - અગત્યની નોંધ : હાલ વિદ્યાર્થીઓએ ફક્ત ડૉક્યુમેન્ટ વેરીફીકેશન કરાવવાનું છે . 

છાત્રાલય ખાતે હાજર થવા બાબતે પોર્ટલ પર તેમજ નોટીફીકેશન મુકવામાં આવશે .

આ પોસ્ટમાં આપવામાં આવેલ માહિતી વિધાર્થીઓને ઉપયોગી થાય તે હેતુથી મુકવામાં આવી છે આ પોસ્ટમાં રહેલી  વિવિધ માહિતી વિવિધ મુખ્ય વેબસાઈટ પરથી એકત્રિત કરેલ છે આ પોસ્ટને લગતા અન્ય સવાલો નીચે કમેન્ટ કરો યોગ્ય માહિતી આપવા મદદ કરવા પ્રયત્ન કરવામાં આવશે...
(નોંધ :- આ પોસ્ટમાં રહેલ માહિતીની ખરાઈ મુખ્ય વેબસાઈટ પરથી કરી લેવી જેની જવાબદારી વિધાર્થીઓની રહેશે)
મિત્રો, આશા છે કે 
www.mkbunews.com 
દ્વારા જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોઈ સુચન લાગે તો તે પણ જણાવશો.
આભાર !!

Follow Us


Whatsapp groups link

telegram group link