Covid-19 ની વૈશ્વિક મહામારીને કારણે યુનિવર્સિટીઓ/કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઈન્ટરમિડિએટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને Merit based Progression આપવા બાબત શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
- રાજ્યની કોલેજો તથા યુનિવર્સીટીઓમાં Covid - 19 ના સંક્રમણને અટકાવવા માટે ભારત સરકારની વખતો વખતની સુચનાઓ/માર્ગદર્શિકાઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ વખતોવખત માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવામાં આવેલ.
- છેલ્લે શિક્ષણ વિભાગ દ્વારા તા. ૧૯/૦3/૨૦૨૧ ના સમાનાંકી પરિપત્રથી મેડિકલ/પેરા મેડિકલ સિવાયના નિર્ધારિત સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે પરીક્ષા મોકૂફ રાખવા સુચનાઓ/માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી . જેને તા.૧૬/૦૪/૨૦૨૦ ના સમાનાંકી પરિપત્રથી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે .
- તાજેતરની covid-19 ના સંક્રમણની વ્યાપક પરિસ્થિતિ સંદર્ભે જાહેર આરોગ્ય હિતોને ધ્યાને લઈ રાજ્યની યુનિવર્સિટીઓ/કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડિકલ/પેરા મેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઈન્ટરમિડિએટ સેમેસ્ટર -૨,૪ અને જ્યાં સેમેસ્ટર-૬ ઇન્ટરમીડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને Merit based Progression આપવામાં આવે છે જેમાં માર્ક્સની ગણતરી માટે પ૦ % ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના ૫૦ % ગુણ તરત અગાઉના (Previous ) સેમેસ્ટરના આધારે આપવાના રહેશે . દા.ત. યુનિવર્સિટીમાં આંતરિક મૂલ્યાંકનના ૩૦ ગુણ છે તેમાંથી વિદ્યાર્થીએ ૨૦ ગુણ મેળવેલ હોય અને તરત અગાઉના (Previous) સેમેસ્ટરના યુનિવર્સિટી પરીક્ષાના ૧૦૦ ગુણમાંથી તે વિદ્યાર્થીએ ૭૦ ગુણ મેળવેલ હોય તેવા કિસ્સામાં નીચે મુજબ માર્ક્સની ગણતરી કરવાની રહેશે .
- મારા મત મુજબ સેમેસ્ટર ૬ માટે ઇન્ટરમીડીયેટ એટલે મધ્યમાં આવતા હોય તેવું સેમેસ્ટર દા.ત એન્જીનીયરીંગ ફિલ્ડમાં ૮ સેમેસ્ટર આવતા હોય છે તો તેમાં સેમેસ્ટર ૬ એ મધ્યમાં આવતું સેમેસ્ટર થાય બીજા અન્ય ફીલ્ડ જેમને ૬ કરતા વધુ સેમેસ્ટર આવતા હોય તેવા સેમ.૬નાં વિધાર્થીઓને આ લાગુ પડશે.
ઓતરિક મૂલ્યાંકનના ૫૦ % કુલ ગુણની ગણતરી |
કુલ ગુણ પ૦ |
આંતરિક મૂલ્યાંકન ૩૦ માંથી મળેલ ગુણ દા.ત. ૨૦
ગુણ |
આંતરિક મૂલ્યાંકનનાં કુલ ગુણ= ૫૦ x ૨૦ = 33.33 ગુણ 30 |
તરત અગાઉના (Previous) કુલ સેમેસ્ટરના ગુણ પ૦% ગુણની ગણતરી |
કુલ ગુણ પ૦ |
કુલ ગુણ ૧૦૦ માંથી મળેલ ગુણ દા.ત. ૭૦ ગુણ |
તરત અગાઉના (Previous ) સેમેસ્ટરના કુલ ગુણ એટલે કે દા.ત ૭0 ના ૫૦ % = ૩૫ ગુણ |
વિદ્યાર્થીને મળવાપાત્ર ગુણ |
કુલ ગુણ = ૧00 |
૩૩.૩૩ +૩૫ = ૬૮.૩૩ ગુણ = ૬૮ ગુણ (પૂર્ણાકમાં
ગણતા) |
- જો કોલેજ / યુનિવર્સિટી દ્વારા પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવેલ ન હોય તો તેના ગુણની ગણતરી પણ ઉપર દર્શાવ્યા મુજબ કરવાની રહેશે . જો પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવેલ હોય તો તે પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાના રહેશે .
- CoVID - 19 ની મહામારીના કારણે ઉદભવેલ તાજેતરની પરિસ્થિતીને અનુલક્ષીને માત્ર ચાલું શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ પૂરતી જ આ વ્યવસ્થા કરવામાં આવે છે તેમ પણ જણાવેલ છે.
સંદર્ભ:- ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પરિપત્ર ક્રમાંકઃ કરન/૧૦૨૦૨૦/૦૬0૫૨૦૨૦/ખ-૧ સચિવાલય,ગાંધીનગર, તા:૨૧/૦૫/૨૦૨૧
આ પોસ્ટ વિધાર્થીઓને મદદરૂપ થવા માટે મુકવામાં આવી છે આપેલ માહિતીને લગતા અન્ય સવાલો નીચે કમેન્ટ કરો યોગ્ય માહિતી આપવા મદદ કરવા પ્રયત્ન કરવામાં આવશે...
મિત્રો, આશા છે કે
દ્વારા જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોઈ સુચન લાગે તો તે પણ જણાવશો.
આભાર !!
Follow Us
3 Comments
B.com semester 6 vala ne pass kri devama aavse ke emne exam aapvani rehese ?
ReplyDeleteB.com 2 aavi gayu ne ?
ReplyDeleteજેને સેમેસ્ટર - ૫ મા કેટી હોઈ તેમને આપ્યું ?????
ReplyDelete