સરકારના રૂકજાવ આદેશ બાદ
યુનિવર્સિટીમાં યુજી , પીજીની પરીક્ષાની નવી તારીખો જાહેર
એમ.કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ તા .૧૦ એપ્રિલ સુધી શૈક્ષણિક કાર્ય સ્થગિત
જાહેર કરાતા તા .૬ થી યુજી , પીજી સેમ - ૩-૫ ની પરીક્ષાઓ પણ બંધ રહી છે ત્યારે આ પરીક્ષા આગામી તા.૧૯-૪ના અને રીપીટર પરીક્ષાઓ ૬-૫ થી લેવા તખ્તો ઘડાઇ રહ્યો છે .
સેમ - ૩-૫ની પરીક્ષા ૧૯ એપ્રીલના અને રીપીટર સેમ -૧ ની પરીક્ષા ૬ મેના લેવા આયોજન
સરકારની કોવિડ -૧૯ ની ગાઇડલાઇનને ધ્યાને લઈને ૬-૪-૨૧ના રોજ યુજી સેમેસ્ટર -૩ અને ૫ , પીજી સેમેસ્ટર -૩ તેમજ બી.એડ. સેમેસ્ટર -૩ અને બી .એડ.(એચ.આઇ.) સેમેસ્ટર- ૩ ની રીપીટર પરીક્ષાઓ તથા એલ.એલ.બી.ની સેમેસ્ટર ૧ , ૩ , ૫ અને ૬ ની અને એમ.બી.એ. સેમેસ્ટર -૧ તથા એમ.સી.એ. સેમ -૧ ની પરીક્ષાઓ તત્કાળ પુરતી મોકુફ રાખવામાં આવેલ હતી
જે પરીક્ષાઓ હવે તા.૧૯-૪-૨૧ના રોજ લેવાશે જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી યુનિ.ની વેબસાઈટ પર મુકવામાં આવશે.
અગાઉના શેડ્યુઅલમાં યુનિ . દ્વારા જાહેર કરવામાં આવેલ તા.૧૯-૪-૨૧ના રોજ લેવાનારી રીપીટર પરીક્ષાઓ જેમાં પીજી સેમ -૧ , યુજી સેમ -૧ અને ડિપ્લોમા સેમ -૧ અને ૩ ની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવેલ હતું જે હવે ૬ -૫ ના રોજ લેવામાં આવશે જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે .
જો કે , હજુ સેમ ના ૮૦ પરિણઆમો માંથી માંડ ૨૦ જેટલા જાહેર કરાયા છે ત્યારે જો પરીક્ષાનું આયોજન હોય જ તો આગામી દિવસોમાં વહેલી તકે બાકીના પરિણામો પણ જાહેર કરવા અનિવાર્ય બને છે.
સરકારની કોવીડ -૧૯ ની ગાઈડલાઈનને ધ્યાનમાં મંગળવારના આરંભ થનારી
યુનિ.ની વિવિધ પરીક્ષા મોકૂફ હવે પરીક્ષાઓ આગામી તા .૧૯ ના લેવામાં આવશે : યુનિવર્સિટીની જાહેરાત
સરકારની કોવીડ- ૧૯ ની ગાઇ ડલાઇનને ધ્યાનમાં લઇને આગામી તા .૬ ના યુ.જી. સેમેસ્ટર -૩ અને ૫ , પી.જી. સેમેસ્ટર -૩ તેમજ બી.એડ. સેમેસ્ટર -૩ અને બી.એડ. (એચ . આઇ ) સેમેસ્ટર -૩ ના રિપિટર્સેની પરીક્ષાનો તથા એલ.એલ.બી.ની સેમેસ્ટર ૧ , ૩ , ૫ અને ૬ ની અને એમ.બી.એ. સેમેસ્ટર -૧ તથા એમ.સી.એ. સેમ ૧ ની પરીક્ષાઓ તત્કાળ પુરતી મોકૂફ રાખવામાં આવી છે . આ પરીક્ષાઓ હવે તા . ૧૯ લેવાશે . જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી યુનિ.ની વેબસાઇટ પર મૂકવામાં આવશે .
વધુમાં શેડ્યુઅલમાં યુનિ . દ્વારા જાહેર કરવામાં આવેલ તા . ૧૯ ના લેવાનારી રીપીટર પરીક્ષાઓ કે જેમાં પી.જી. સેમ - ૧ , યુ.જી. સેમ - ૧ અને ડિપ્લોમાં સેમ - ૧ અને સેમેસ્ટર -૩ ની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું . જે હવે આગામી તા.દમના લેવામાં આવશે . જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
સંદર્ભ
સંદેશ ન્યુઝ પેપર ૦૨-૦૪-૨૦૨૧ |
ગુજરાત ન્યુઝ પેપર ૦૨-૦૪-૨૦૨૧ |
આ પોસ્ટમાં આપવામાં આવેલ માહિતીને લગતા અન્ય સવાલો નીચે કમેન્ટ કરો યોગ્ય માહિતી આપવા મદદ કરવા પ્રયત્ન કરવામાં આવશે...
મિત્રો, આશા છે કે
દ્વારા જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોઈ સુચન લાગે તો તે પણ જણાવશો.
આભાર !!
Follow Us
0 Comments