વિધાર્થીઓનાં  ઈ-મેઈલ આઈડી તેમજ મોબાઈલ નંબર પર તે ડીગ્રી ને ટ્રેક કરવા માટેની ટ્રેક-લીંક તથા તેમના રજીસ્ટર આઈડી નંબર યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવે
જે વિધાર્થીઓ યુનિવર્સિટી પરથી જ ડીગ્રી મેળવવા ઇચ્છુક છે તેમની માટે યુનિવર્સિટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવે

ફાઈલ ફોટો

આજ રોજ કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા યુનિવર્સિટીને આર્થીક ભારણ ઓછુ કરવા તથા ડીગ્રી મોકલવા માટે સુઆયોજિત વ્યવસ્થા કરવા બાબતે કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી હતી.


મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે તા.૦૪/૦૩/૨૦૨૧નાં રોજ યોજાયેલ પદવીદાન સમાંરભમાં માનનીય કુલાધિપતિશ્રી દ્વારા ડીગ્રી એનાયત કરવામાં આવેલ છે. જે ડીગ્રીઓ ઘણા વિધાર્થીઓએ રૂબરૂ કોન્વોકેશનમાં હાજર રહીને મેળવી લીધી છે. જયારે બીજી ડીગ્રીઓને પોસ્ટનાં માધ્યમથી મોકલવા માટે ૨૯/૦૩/૨૦૨૦ની કોર્ટ સભામાં રજુ રાખેલ ઠરાવ ક્રમાંક ૫૬ મુજબ પદવીદાન સમાંરોહ પૂર્ણ થયાનાં ૩૦ દિવસમાં તમામ વિધાર્થીઓને ડીગ્રી મળી જાય તેવી વ્યવસ્થા કરવાના ઠરાવ મુજબ યુનીવર્સીટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે તે સરાહનીય અને અભિનંદનને પાત્ર છે.

વિધાર્થીઓને ઝડપી તેમજ યોગ્ય સમયે ડીગ્રી મળી રહે તેવું આયોજન કરી તેમની કારકિર્દીમાં મદદરૂપ થવું તે  યુનિવર્સિટી તંત્રની ફરજનો મહત્વનો ભાગ છે તથા તે દિશામાં યુનિવર્સિટીતંત્ર વિચાર કરી રહી છે તે સરાહનીય બાબત છે.

વિધાર્થીઓ સાથે યુનિવર્સિટીને પણ આર્થિક ભારણ થોડું ઓછુ થાય તથા જે વિધાર્થીઓ યુનિવર્સિટી પરથી જ ડીગ્રી મેળવવા ઇચ્છુક છે તેવા વિધાર્થીઓને પહેલા યુનિવર્સિટીનાં ડીગ્રી વિભાગ પરથી જ ડીગ્રી મળી શકે તેવી વ્યવસ્થા કરવી પણ જરૂરી છે.જેથી વિધાર્થીઓને ઝડપી તેમના સમયે ડીગ્રી મેળવી શકે તથા તેટલા વિધાર્થીઓની ડીગ્રી પોસ્ટ ન કરી તેટલું આર્થિક ભારણ યુનિવર્સિટી પર પણ ઓછું રહે તેવું આયોજન કરવા જાણવું હતું

વધુમાં જે ડીગ્રીઓ યુનિવર્સિટી દ્વારા વિધાર્થીઓને પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવવાની છે તેના આયોજનમાં વિધાર્થીઓ દ્વારા ડીગ્રી ફોર્મ ભરતા સમયે રજુ રાખેલ ઈ-મેઈલ આઈડી તેમજ મોબાઈલ નંબર પર તે ડીગ્રી ને ટ્રેક કરી શકે તે માટેની તેની ટ્રેક-લીંક તથા તેમના રજીસ્ટર આઈડી નંબર યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવાય તેવું આયોજન કરવા અનુરોધ છે જેથી વિધાર્થી પોતાની ડીગ્રીને ટ્રેક કરી શકે તથા એડ્રસમાં ભૂલ કે કોઈ કારણસર વિધાર્થીને ડીગ્રી ન મળી શકે તો તે તેને શોધમાં મદદરૂપ થઇ શકે તથા યોગ્ય સમયે ડીગ્રી મેળવી શકે.

વિધાર્થી હિતમાં તથા હાલનાં ટેકનોલોજી યુગમાં સરકારશ્રી તથા પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવતી વ્યવસ્થાનો યોગ્ય ઉપયોગ કરી વિધાર્થીઓને યોગ્ય રીતે ડીગ્રી ટ્રેક કરી શકે તથા ડીગ્રી મેળવી શકે તે માટે યુનિવર્સિટી દ્વારા વધુમાં વધુ વિધાર્થીઓને મદદરૂપ થવા તથા સુઆયોજિત વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરવામાં આવી હતી.

 

Contact Us