મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષાઓના પરિણામો માં વિલંબ તથા બી.કોમ સેમ.૫નાં પરિણામ બાબતે કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી હતી
- એમ.કે ભાવનગર યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર-૨૦૨૦માં વિવિધ ફેકલ્ટીની સેમ.૩,૫ તથા માસ્ટરની સેમ.૩ની પરીક્ષાઓ લેવામાં આવી હતી.જેમાંથી BA સેમ.૩, BBA. સેમ.૫, BCA સેમ.૩, B.COM સેમ ૩ B.ED. સેમ૩, B.SC સેમ.૩,૫, BRS .સેમ.૩,૫ MSW સેમ.૩, MED સેમ.૩, જેવા વિવિધ પરિણામો ૭૦ દિવસો જેટલો એટલે કે બે મહિનાથી પણ વધુ સમય વીતી ચુક્યા છતાં જાહેર થયેલ નથી જેને પરિણામે વિધાર્થીઓના પૂર્વ આયોજનમાં હાલાકી ભોગવવી પડી રહી છે.
- વિધાર્થીઓના પરિણામ જાહેર થયા બાદ રી-એસેસમેન્ટ થતું હોય છે જેનું પરિણામ એ રી-એસેસમેન્ટનાં ૪૫ દિવસ સુધીમાં આપવાનો નિયમ છે. મુખ્ય પરિણામ મોડું આવવાના પરિણામે પૂર્ણ સાયકલને ખલેલ પહોચે છે. જેથી તે પરીક્ષાની એ.ટી.કે.ટીની પરીક્ષા આપવાના સમય સુધી રી-એસેસમેન્ટનાં પરિણામ જાહેર ન થઇ શકતા હોવાથી વિધાર્થીઓએ બેવડું માનસિક તેમજ ફીનું ભારણ ભરવું પડે છે અને એ.ટી.કે.ટીની પરીક્ષાઓ પણ આપવી પડે છે તથા ત્યાર બાદ પણ જો વિધાર્થીઓ રી-એસેસમેન્ટમાં પાસ થાય તો ફી-રીફંડ માટે પરીક્ષા ફી રી-ફંડ અને પરીક્ષા ફોર્મ કેન્સલ કરાવવા યુનિવર્સીટીનાં પર વારંવાર આવું પડે છે અને હેરાન થવું પડે છે.
વિધાર્થીઓની પરીક્ષાના સમય સુચકતા જેટલી જરૂરી છે તેથી પણ વધુ મહત્વનું યોગ્ય સમય મર્યાદામાં પરીક્ષાનું પરિણામ જાહેર થવું જરૂરી છે પરતું યુનિવર્સીટી તંત્રએ યોગ્ય સમયે પરિણામ જાહેર કરવામાં નિષ્ફળ રહે છે.
- હાલ જાહેર થયેલ બી.કોમ સેમ.૫નાં પરિણામમાં મેનેજમેન્ટ એકાઉન્ટ અને બિઝનેસ ઇકોનોમિક જેવા વિષયોમાં પ્રથમ હરોળનાં વિધાર્થીઓનો ખુબ મોટા સમૂહ ફેઈલ જાહેર કરવામાં આવ્યો છે જે વિધાર્થીઓને અત્યાર સુધીમાં એ.ટી.કે.ટી ન આવી તથા સારું લખેલ હોવા છતાં તેવા વિધાર્થીઓને પણ ફેઈલ જાહેર કરવામાં આવ્યા છે જે પણ તપાસનો વિષય છે. યુનિવર્સીટી દ્વારા પણ આ પરિણામમાં ગ્રેસિંગ વગરનું પરિણામ જાહેર કરેલ પાછું ખેચવાનુ અપલોડ કરવાની બાબત બનવા પામી છે વારંવાર આવા પ્રકારની પરિણામ જેવી મહત્વની બાબતમાં ભૂલો વિધાર્થીઓના માનસ પર ગંભીર અસર ઉભી કરે છે. બી.કોમ સેમ ૫નાં ઉપરોક્ત જણાવેલ વિષયના પેપર ફરી તપાસ કરવા પણ અનુરોધ છે.
- હાલ સરકારશ્રીના શિક્ષણવિભાગ દ્વારા NET ની પરીક્ષાનું આયોજન છે જેમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩-૩-૨૦૨૧ છે જેમાં હાલ અભ્યાસ કરતા માસ્ટરનાં સેમ.૩નાં વિધાર્થીઓ પણ ફોર્મ ભરી શકતા હોય છે તેમાં MED સેમ૩, તથા MSW સેમ.૩નાં પરિણામ જાહેર ન થવાથી વિધાર્થીઓ મળતો મહત્વનો ચાન્સ ગુમાવશે જેના માટે તે પરિણામો ને પ્રાથમિકતા આપી ઝડપી જાહેર કરવા અનુરોધ છે.
- વર્ષોથી યુનિવર્સીટી દ્વારા પરિણામ એ પી.ડી.એફ સ્વરૂપે જાહેર કરવામાં આવતું હતું જે પરિણામ જાહેર કરવાની પ્રકિયા બદલવામાં આવી છે શું આ રીતે વારંવાર પરિણામ બાબતે ભૂલ એ છતી થતી અટકાવવાનો પ્રયત્ન કે કોઈ કોલેજનું ઓછું પરિણામ આવતું હોય તેવી કોલેજનાં નામ જાહેર થવાનો ભય તો નથી ને એ અધિકારીઓએ જાહેર કરવું રહ્યું તથા હાલ જે પદ્ધતિથી પરિણામ જાહેર કરવામાં આવે છે તેમાં પણ ઘણા વિધાર્થીઓના સીટનંબર ન આવાથી વિધાર્થીઓ અસમંજસમાં મુકાય જ છે જે પહેલા જાહેર થતા પરિણામમાં બનતું ન હતું.
યુનિવર્સિટી દ્વારા પરિણામ ની ગંભીરતા સમજી તે અંગે યોગ્ય આયોજન કરવા અને તે મુજબ વ્યવસ્થા ઉભી કરવા તેમજ ઉપરોક્ત પ્રશ્નોનો તત્કાલ નિરાકરણ લાવવા કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
2 Comments
Result time sir avu jove
ReplyDeleteE mate j rajuaat Kari chhe
Delete