કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કુલપતિશ્રી ને વિધાર્થીઓને પડી રહેલી મુશ્કેલી બાબતે કરી રજૂઆત....
ફાઈલ ફોટો |
- ડીગ્રીમાં ક્ષતિઓ અંગેની કમીટીના રીપોર્ટ જાહેર કરો
આ તમામ પ્રશ્નો અને ક્ષતિઓની વારંવાર રજૂઆત થઇ છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરી યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા જવાબદારોને બચાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવું જણાવેલ.
જે ડીગ્રી ફોર્મ ભરવાની વ્યવસ્થા વિધાર્થીઓ માટે ૨૪x૭ શરૂ કરેલ તે યુનિવર્સિટી દ્વારા કમીટી બનાવી ડીગ્રી સર્ટીફીકેટમાં ભૂલો માટે જવાબદારો સામે પગલા ભરવા માટે અને ડીગ્રી ફોર્મ ભરવાની વ્યવસ્થામાં જ્યાં કઈ પણ ભૂલો/ક્ષતિઓ રહી છે તે દૂર કરવા માટે સાત થી પણ વધુ મહિનાઓ સુધી બંધ રાખવામાં આવી હતી. એટલા મોટા સમય માટે ડીગ્રી ભરવાનું બંધ રાખી ક્ષતિઓ મુક્ત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેવા ડોળ સાથે પૂર્ણ પૂર્તતા સાથે ડીગ્રી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી.
જે ડીગ્રી ફોર્મ ભરવાની વ્યવસ્થા ક્ષતિ રહિત થઇ ગઈ હોય તેવું જણાવી શરૂ કરેલ વ્યવસ્થામાં પહેલા કરતા પણ ખુબ વધુ ક્ષતિઓ હાલ સર્જાઈ રહી છે અને ફરીથી ભૂલ/ક્ષતિઓ માટે જવાબદારો ને છાવરવાની નીતિ ને પરિણામે અંતે વિધાર્થીઓ જ વારંવાર મુશ્કેલીમાં મુકાયા છે.
- વિધાર્થીઓ પાસેથી મળેલ માહિતી અનુસાર ડીગ્રી ફોર્મ ભરવામાં થઇ રહેલી ભૂલો તથા વિધાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ
૧) ઘણા વાર્ષિક પદ્ધતિના વિધાર્થીઓ ૨૦૨૦માં પાસ થયેલ છે પરતું ફોર્મ ભરવામાં ફક્ત ૨૦૧૭ સુધીનું જ વર્ષ આવી રહ્યું છે આગળના વર્ષો ન આવવાથી ફોર્મ ભરી શકતા નથી.
૨) ઘણા વિધાર્થીઓ દ્વારા તેમના પરિણામમાં દર્શાવેલ પરિણામ નંબર લખવા છતાં પણ ઇનવેલીડ બતાવવામાં આવી રહ્યું છે.
૩) એમ.એસસી (આઈ.ટી)ના અભ્યાસ ક્રમના વિધાર્થીઓના ડેટા બતાવતા જ નથી જેથી તે ફોર્મ ભરી શકતા નથી.
૪) ઘણા વિધાર્થીઓને અને ઘણા અભ્યાસક્રમના વિધાર્થીઓને અમુક કોલેજો જેમાં તે ભણેલા હોય તે દર્શાવવામાં જ નથી આવી રહી.
૫) ઈન્ફોર્મેશન ટેકનોલોજી નામનો અભ્યાસક્રમ હોવા છતાં ઈન્ફોર્મેશન & ટેકનોલોજી લખેલી પ્રિન્ટીગ ભૂલો આવી રહી છે.
૬) ઘણા વિધાર્થીને મુખ્ય વિષય જે હોય તેનાથી અલગ મુખ્ય વિષય સાથે પાસ દર્શાવવાનું આવી રહ્યું છે જેથી તે ડીગ્રી છપાયા બાદ પણ ભૂલ ભરેલી જ ડીગ્રી આવવાની શક્યતા વધુ રહેશે.
૭) વિધાર્થીઓની પોતાની જન્મતારીખ સાચી નાખતા હોવા છતાં પણ ઇનવેલીડ બતાવી પ્રકિયા આગળ વધારી શકાતી નથી.
૮) વિધાર્થીઓની ઈ-મેઈલ આઈડી સાચી નાખતા હોવા છતાં પણ ઇનવેલીડ બતાવી પ્રકિયા આગળ વધારી શકાતી નથી.
૯) ઘણા વિધાર્થીઓના એન્ડોલમેન્ટ નં./એસ.ઈ.ડી નંબર સાચા હોવા છતાં પ્રકિયા આગળ વધારી શકાતી નથી.
૧૦) ઘણા વિધાર્થીઓને ફ્રી ચુકવવાની પ્રકિયા પૂર્ણ કરી દીધા બાદ પણ પ્રિન્ટ કે મેસેજ મળતા નથી જેથી બે-બે વાર ફ્રી ભરવાના કિસ્સાઓ પણ બન્યા છે તથા ડીગ્રીના ફોર્મની પ્રિન્ટ પણ મળતી નથી.
૧૧) ઘણા વિધાર્થીઓને ફોર્મના પ્રથમ દરેક સ્ટેપ પૂર્ણ થયા બાદ ફ્રી ભરવાના પેમેન્ટના સ્ટેપમાં Forbidden ની Error આવી રહી છે.
૧૨) ઘણા વિધાર્થીઓને તેમના જીલ્લાની વિગતો દેખાડવામાં આવી રહી નથી.
૧૩) હાલમાં જાહેર થયેલા એક્ષ્ટર્નલના વિધાર્થીઓના ડેટા હજુ ડીગ્રી પોર્ટલ પર ન ચડેલ હોય તે ફોર્મ ભરી શકતા નથી.
તમામ ઉપરના વિષયો અને બાબતોને પરિણામે અંતે વિધાર્થીઓ ફોર્મ ભરવાની પ્રકીયાઓ પૂર્ણ કરી શકતા નથી અને વિધાર્થીઓ પાસેથી મળેલ પુરાવાઓ પણ રજુ રાખ્યા હતા અને વધુમાં ઉમેરતા કહ્યું પણ હતું કે આ સિવાય પણ અન્ય અનેક ભૂલો હોવાની શક્યતાઓ છે જે અમારા સુધી ન પણ પહોચી હોય શકે.
યુનિવર્સિટીના તંત્ર દ્વારા આ પ્રકારની થઇ રહેલી વારંવાર ભૂલના પરિણામે વિધાર્થીઓના માનસ પર યુનિવર્સિટીની ખુબ ખરાબ છાપ ઉભી થઇ રહી છે જેની જવાબદારી યુનિવર્સિટીની ભૂલ ભરેલી વ્યવસ્થા તેમજ ભૂલો છાવરવાની નીતિ ધરવતા અધિકારીઓ અને કમીટીએ લેવી રહી.
યુનિવર્સિટીના અધિકારીઓ અને સિસ્ટમ દ્વારા વિધાર્થીઓની નાની ભૂલ પર પણ તેની ઘણી મોટી સજાઓ કરવામાં પીછેહઠ કરતા નથી પરતું આ પ્રકારની પોતાના દ્વારા બનાવેલ કમીટી દ્વારા પૂર્ણ પ્રૂફ સાથે શરૂ કરેલ ડીગ્રી ફોર્મની વ્યવસ્થામાં બનવા પામેલ અનેક ક્ષતિઓ અને અવ્યવસ્થા માટે શું સજાઓ સુનિશ્ચિત કરવાની રહેશે તે મોટો પ્રશ્નાર્થ છે. યુનિવર્સિટી દ્વારા ભૂલ છુપાવવાની અને છાવરવાની નીતિ બદલી ભૂલ સુધારવાની તથા ભૂલ કરનાર પર કડક કાર્યવાહી કરવા તરફ આગળ વધશે તેવી આશા અને અપેક્ષા છે.
યુનિવર્સિટીના તંત્ર દ્વારા વારંવાર આ પ્રકારની થઇ રહેલી ભૂલના પરિણામે વિધાર્થીઓ હેરાન થઇ રહ્યા છે અને તેના પરિણામે યુનિવર્સિટીની વિધાર્થીઓમાં ખરાબ છાપ ઉભી થઇ રહી છે જે ખુબ દુઃખદ બાબત છે કારણકે જેમની નીતિ અને શાસન માટે દેશ-વિદેશ માં પ્રખ્યાત હતા તેવા મહારાજાસાહેબના નામ ધરાવતી આપણી યુનિવર્સિટીનું નામ અધિકારીઓની નબળી અને અકુશળ, અસક્ષમ, અનઆવડત અને એકબીજાને છાવરવાની નીતિના પરિણામે ખરાબ થઇ રહ્યું છે જે કદી પણ ચલાવી શકાય નહી.
કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલએ જાણવું હતું કે ડીગ્રી વિધાર્થીઓ માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે જે તેને સમયસર તથા ક્ષતિ રહિત મળવી જરૂરી છે આ વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા આપવી તે યુનિવર્સિટી તેમજ તેના અધિકારીઓની ફરજનો ભાગ છે. યુનિવર્સિટી વિધાર્થી કેન્દ્રિત અને ક્ષતિરહિત ઝડપી અને સુઆયોજિત વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે
વધુમાં ઉમેરતા તેમને ડીગ્રીમાં ભૂલ અંગે તથા આ ડીગ્રીના ફોર્મની ક્ષતિઓ માટે જે કોઈ પણ જવાબદાર છે તે જાહેર કરવા તથા જવાબદાર સામે પગલા લેવા અને કાર્યવાહી કરવા જણાવ્યું હતી કારણકે વારંવાર વિધાર્થીઓને મુશ્કેલીમાં અને અસમંજસમાં મુકવા એ યોગ્ય નથી.
જો યુનિવર્સિટી દ્વારા જવાબદારો સામે યોગ્ય પગલા નહિ ભરવામાં આવે તો તેમના દ્વારા કુલાધિપતિશ્રીને સમગ્ર હકીકતોથી વાકેફ કરવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવેલ
0 Comments