મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા યુ.જી.સી તેમજ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ યુ.જીની (B.A, B.Com, B.Sc, B.C.A, B.B.A, B.Sc (IT), BRS, B.S.W, B.Com (Hons.) સેમેસ્ટર 2 સેમેસ્ટર ૪ ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ જાહેર થયેલ છે પરંતુ પરિણામોથી સંતોષ ન હોય તેવા વિધાર્થીઓને પરીક્ષા આપવા માંગતા હોય તેવા વિધાર્થીઓ નીચે આપેલ લીંક પર તા . ૩૦/૦૮/૨૦૨૦ ( સવારના ૧૧.૦૦ કલાક ) સુધી ફોર્મ ભરી સબમીટ કરી શકશે .
આ ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન અને કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવશે .
આ ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓનું મેરીટ બેઇઝડ પ્રોગ્રેશન (એમ.બી.પી.) નું પરિણામ આપોઆપ રદ્દ કરવામાં આવશે જેની નોંધ લેવી . આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ એમ.બી.પી. પરિણામની માર્કશીટ કોલેજ મારફત દિવસ સાતમાં યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં જમા કરાવવાની રહેશે .
0 Comments