યુનીવર્સીટીના વિવિધ પ્રશ્નો બાબતે કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા મેઈલથી કુલસચિવશ્રીને રજૂઆત કરવામાં આવી 


પ્રતિકાત્મક તસવીર  
    
   મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી ના કોર્ટસભ્ય તરીકે કરવામાં આવેલ સર્વેથી યુનીવર્સીટીના આગળના આયોજન માટે યુનીવર્સીટીના પૂર્વ તૈયારી અર્થે તેમજ વિધાર્થીઓની વાતને યુનિવર્સીટી સુધી પોહચાડીમાં માટેનો હતો. જેના આધારે આપના દ્વારા તાલુકા કક્ષાના વિધાર્થીઓની સંખ્યા અને તેમના આયોજન માટે જે સર્વે કરવામાં આવી રહ્યો છે તે આવકાર્ય છે. જેથી વિધાર્થીઓને તેમના જ રહેઠાણની નજીક પરીક્ષા સેન્ટર આપવાની વ્યાવસ્થા કરવા વિધાર્થીઓના સર્વેથી યુનીવર્સીટીને પૂર્વ આયોજન અને વિગતવાર પરીક્ષાના આયોજન માટે ખુબ જ સરળતા રહશે. 
  
  કોર્ટસભ્ય તરીકે આ લોકડાઉન સમયમાં જેટલા વિધાર્થીઓ સુધી સર્વેના માધ્યમથી પહોચી શકાયું તેટલા વિધાર્થીઓની માહિતી યુનીવર્સીટીને રજુઆતના માધ્યમથી જણાવવા પ્રયાસ કર્યો  છે જો ૧૩૪૦ વિધાર્થીઓના સર્વે એટલેકે ૭% વિધાર્થીઓના સર્વેમાં કુલ ૨૨૦ વિધાર્થીઓ જીલ્લા બહારનું રહેઠાણ ધરવતા હોય તો એ જાણવું મુશ્કેલ છે કે ૧૬૫૦૦ વિધાર્થીઓ માંથી કેટલા વિધાર્થીઓ જીલ્લા બહાર રહેઠાણ ધરાવતા હશે માટે યુનીવર્સીટી દ્વારા જે રીતે તાલુકા કક્ષાના સર્વે અને માહિતી મેળવામાં આવી રહી છે તેજ મુજબ સાથે સાથે જે વિધાર્થીઓ જીલ્લા બહારના છે તેમના માટે પણ એક સર્વે અથવા પુછપરછ માટે કોઈ વ્યવસ્થા કરવા વિનંતી છે જેથી જે જીલ્લા બહારના વિધાર્થીઓ છે તેમના સેન્ટર અંગે તેમજ તેમના માટે હોસ્ટેલ અને જમવાની વ્યવસ્થા જેવા વિવિધ આયોજન માટે પૂર્વ તૈયારી કરવા તે સર્વે યુનીવર્સીટીને મદદરૂપ  થઈ શકશે.
    
    યુનીવર્સીટી દ્વારા જાહેર કરેલ હોલ-ટીકીટમાં ઘણા વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર જ જણાવવામાં આવ્યા નથી જેથી વિધાર્થીઓ કેન્દ્ર જણાતા ન હોય તેઓ તેમાં ફેરફાર માટે અરજી પણ કરી શકશે નહિ તે અંગે પણ ઝડપથી યોગ્ય કરવા અનુરોધ છે અને ઘણા વિધાર્થીઓની હોલ-ટીકીટમાં અંતિમ પેપર એ એક મહિના પછીનું એટલે કે ૨૯/૦૭/૨૦૨૦ દર્શાવવામાં આવ્યું છે જે અંગે સ્પષ્ટતા કરવા વિનંતી કરવામાં આવી હતી.

    યુનીવર્સીટી તથા અમે સૌ પ્રતિનિધિઓ માટે વિધાર્થી હિત એજ મુખ્ય અને કેન્દ્રનો મુદ્દો હોય એ સ્વાભાવિક છે. અમને મળતી વિધાર્થીઓની રજુઆતો આપના સુધી પહોચાડવાનો પ્રયાસ અમે કરતા જ રહીશુ અને વિધાર્થી હિતલક્ષી કાર્યો માટે હંમેશા સાથે જ રહીશું. આપના દ્વારા પણ ગુજરાત સરકાર અને યુ.જી.સીની ગાઈડલાઈન પ્રમાણે વિધાર્થીઓને બધી પરીક્ષાલક્ષી માહિતી સમયસર મળી રહે તથા કોઈપણ પ્રકારની મુશ્કેલી વિધાર્થીઓને ન પડે તેવી વ્યાવસ્થા ગોઠવવા કોર્ટ સભ્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.