શિક્ષણ વિભાગનો
યુ.જી.સી ગાઈડલાઈન્સ અનુસાર યુજીની ટર્મિનલ ફાઈનલ સેમેસ્ટર વર્ષની પરીક્ષાઓ આગામી 25 જૂનથી અને પીજીની પ્રથમ વર્ષ અને ટર્મિનલ ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષાઓ પણ તારીખ 25 જૂનથી યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગે લીધો હોવાનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જણાવ્યું છે . પરીક્ષાનો સમયગાળો બે કલાકનો અને જરુર જણાયે મલ્ટીપલ શિફ્ટમાં રાખી શકાશે . પરીક્ષાઓ તાલુકા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે.
ગુણ મૂલ્યાંકન કેવી રીતે કરાશે?
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ પણ જણાવ્યું છે કે , જો કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન શકય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઈન્ટરમિડીયેટ સેમેસ્ટર બે, ચાર અને છના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50 ટકા ગુણ પ્રિવ્યસ સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે જેને મેરીટ લીસ્ટ તરીકે ઓળખવામાં આવશે . અગાઉના સેમેસ્ટરના ગુણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે સો ટકા મૂલ્યાંકન કરવાનું રહેશે . જો વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે .કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો પણ વર્ષ 2019 -20 માટે તે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે . આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે .
વિદ્યાર્થીઓના સ્વાથ્ય અંગેની પૂરતી કાળજી લેવાની રહેશે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે , સેમેસ્ટર 3 , 5 , અને 7 નું શૈક્ષણિક કાર્ય 21 જૂન 2020 થી શરૂઆતમાં ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે . કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે અનુકૂળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે . સેમેસ્ટર -1 તારીખ 1 ઓગસ્ટ 2020 શરૂ કરાશે . કોરોના મહામારી . દરમિયાન પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને લગતી વિદ્યાર્થીઓની મૂંઝવણ કે તેમના પ્રશ્નો માટે યુનિવર્સિટીએ અલાયદા સેલની રચના કરવાની રહેશે . શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, પરીક્ષા દરમિયાન માસ્ક , સોશિયલ ડિસ્ટન્સ , સેનિટાઈઝર અને વિદ્યાર્થીઓના . સ્વાથ્ય અંગેની પૂરતી કાળજી લેવાની રહેશે.
2 Comments
external exams kyare levase?
ReplyDeletete babate thoda divasma jaherat thase hal aama koi ulekh nathi
Delete